ખોરાક તમારા ખાલી પેટ માટે કે તમારા મગજ માટે?

ખોરાક તમારા ખાલી પેટ માટે કે તમારા મગજ માટે?

27 June, 2017 | Gujarati

 

undefined

 

જૂની કહેવત 'તમે જે ખાઓ છો તે તમે છો' ને જરા જુદી રીતે “તમે જે વિચારો અને જે ખાઓ તે તમે છો”. આપણે ઘણી વાર યોગ્ય ખોરાક અને વ્યાયામ દ્વારા આપણા શરીરને તંદુરસ્ત બનાવવાનું વિચારીએ છીએ, પણ ક્યારેય શરીરનાં સૌથી મહત્વપૂર્ણ અંગની તંદુરસ્તીનો વિચાર કર્યો છે? – “આપણું મગજ - નિર્ણય નિર્માતા, પથદર્શક, નેતા, અને સૌથી મહત્વનું ઊર્જા સ્ત્રોત”. હકીકતમાં ભુખ લાગ્યાનો નિર્ણય ખાલી પેટ નહિ પણ મગજ લે છે.

 

ફુડ બાયોટેકનોલોજીસ્ટ તરીકે, હું મારા "વજન સભાન" ગ્રાહકોને સલાહ આપું છું કે તેઓ તેમના શરીરનાં વજન વિશે વધુ ચિંતા ન કરે પરંતુ તેમના મગજ વિશે ચિંતા કરવી જોઇયે. યોગ્ય વિચાર અને ખુશીથી જો મગજને ભરવામાં આવશે તો શરીરનાં વજનની કાળજી આપોઆપ લેવાય જશે. આપણે વારંવાર એક તંદુરસ્ત શરીરને એક સારી જીવનશૈલી માનવાની ભૂલ કરીએ છીએ. તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મનનું મીશ્રણ સારી જીવનશૈલી બનાવે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે ખોરાક અને મનવિચાર વચ્ચે શું જોડાણ છે.

 

આ વૈજ્ઞાનિક ઘટનાને એક સામાન્ય માણસની ભાષામાં સમજાવું. જ્યારે અપણે ખોરાક લઇએ છીએ ત્યારે સેરોટોનિન નામનું એક ચેતાપ્રેષકદ્રવ્ય ઉત્પન્ન થાય છે. સેરોટોનિન, એક એવું ચેતાપ્રેષકદ્રવ્ય છે જે આપણી ઊંઘ, ભૂખ અને સ્વભાવનાં બદલાવને નિયંત્રણ કરે છે. આ સેરોટોનિન ક્યાં છે? મગજમાં? ના. આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તે પેટમાં જાય છે અને પછી આંતરડામાં આવે છે, તો આ સેરોટોનિન ક્યાં છે? તે આપણાં નાનાં આંતરડામાં હાજર છે. આ શોધ બતાવે છે કે પરીક્ષા સમયે, લાગણીમય આઘાત, ડિપ્રેશન, અસ્વસ્થતા જેવી પરિસ્થિતિઓમાં આપણાંથી અતિશય ખોરાક કેમ લેવાય છે. એક અભ્યાસ મુજબ, આશરે ૯૦% સેરોટોનિનનું નિર્માણ આપણા આંતરડામાં થાય છે. જે ચેતાકોષોનાં એક વિશાળ જાળ સાથે જોડાયેલ હોય છે. મગજમાં રહેલા ચેતાકોષોનાં જાળની જેમ જ આંતરડાંમાં પણ ચેતાકોષોની જાળ હોય છે. અને તેથી જ ઇંગ્લીશમાં “Brain in gut” (આંતરડામાં મગજ), “gut feeling” (આંતરડામાં એહસાસ) જેવા શબ્દસમુહનો ઉપયોગ થાય છે.

 

કારણ કે સેરોટોનિનનું નિર્માણ નાનાં આંતરડામાં થાય છે, તેથી આંતરડાની કાળજી લેવી ખૂબ આગ્રહણીય છે. આપણા દૈનિક આહારમાં પ્રોબોટિક્સ (દહીંની વસ્તુઓ) નો ઉપયોગ, એ અપણા નાના આંતરડામાં "સારા સૂક્ષ્મ જંતુઓ (બેકટેરિયા)" ની સંખ્યા વધારવાની એક સારી રીત છે. દહીં, છાશ અને યોગર્ટ જેવી પ્રોબાયોટીક્સ ખાદ્ય ચીજો ફક્ત આંતરડાનું પોષણ જ નથી કરતું પરંતુ આપણાં મગજને પણ પોષણ આપે છે, જે ૨૪x૭, ૩૬૫ દિવસ આરામ વગર કામ કરે છે.

 

તેથી, હવે ખોરાક લેતાં સમયે, તમે બે વખત વિચારો કે આ ખોરાક તમારા મગજ માટે ખરેખર સારો છે? તમારા મનપસંદ ફાસ્ટ ફૂડ લેતી વખતે તમારે નક્કી કરવાનું છે કે તેની સાથે ખાંડ-ભરેલું પીણું લેવું જે આંતરડાનાં સારા બેક્ટેરિયાં નો નાશ કરે છે કે પ્રોબોયોટિક યુક્ત છાશનો ઉપયોગ કરવો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *